Tata Motors Price Cut: સરકારના જીએસટી 2.0 પછી હવે કસ્ટમરોને મળશે મોટો ફાયદો ટાટાની ગાડીઓની કિંમતમાં 22 સપ્ટેમ્બર થી થશે 1.55 લાખ સુધીનો ઘટાડો.
સરકાર દ્વારા GST ઘટાડાની જાહેરાત બાદ, ટાટા મોટર્સે વાહનોના ભાવ ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે આ ઘટાડાથી ગ્રાહકોને સીધો લાભ મળશે. નવી કિંમતો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના MD શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાનના વિઝન અને નાણામંત્રીના નિર્ણયને ધ્યાનમાં રાખીને, ગ્રાહકોને GSTમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ આપવામાં આવશે.
Tata Motors Price Cut: કઈ કાર કેટલા સસ્તી થઈ?
કંપનીના જણાવ્યા અનુસાર, ટાટા કાર હવે ₹75,000 થી ₹1.55 લાખ સસ્તી થશે. ગ્રાહકોને ટાટા નેક્સનનો સૌથી વધુ ફાયદો મળશે, જેની કિંમત લગભગ ₹1.55 લાખ ઘટાડવામાં આવી છે.
| કાર મોડેલ | ગાડીના ભાવમાં કેટલો ઘટાડો |
|---|---|
| Tata Tiago | ₹75,000 |
| Tata Tigor | ₹80,000 |
| Tata Altroz | ₹1.10 lakh |
| Tata Punch | ₹85,000 |
| Tata Nexon | ₹1.55 lakh |
| Tata Curve | ₹65,000 |
| Tata Harrier | ₹1.40 lakh |
| Tata Safari | ₹1.45 lakh |
જીએસટી ઘટાડાથી ઓટો સેક્ટરને મોટો ફાયદો
ભારતની GST કાઉન્સિલે 3 સપ્ટેમ્બર 2025 ના રોજ વાહનો પરનો ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. તેનો ઉદ્દેશ્ય ઓટો સેક્ટરને પ્રોત્સાહન આપવાનો અને પહેલી વાર કાર ખરીદનારાઓને રાહત આપવાનો છે.
નાના પેટ્રોલ અને ડીઝલ વાહનો પરનો GST હવે 22% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આમાં 1200cc સુધીના પેટ્રોલ એન્જિનવાળા મોડેલ અને 1500cc સુધીના ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. તે જ સમયે, મોટા વાહનો પર હવે 40% GST લાગશે, જેનાથી SUV અને પ્રીમિયમ કારના ભાવ પણ ઘટશે.
ગ્રાહકોને સીધો ફાયદો મળશે
નિષ્ણાતો અનુશાર આ નિર્ણયથી ઓટો ઉદ્યોગમાં માંગ વધશે અને ગ્રાહકોને તહેવારોની સિજન પહેલા કાર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.