TikTok ભારતમાં ફરી શરૂ થશે તેવી અટકડો શરૂ થઈ, tiktok ની વેબસાઈટ પાંચ વર્ષ પછી ફરી એકવાર લાઈવ થઈ છે. જોકે હજી Play Store અને App Store પર એપ્લિકેશન અવેલેબલ નથી.
ચીનની વિડિઓ-શેરિંગ એપ ટિકટોક ઇન્ડિયામાં પાછા ફરવાની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે. હકીકતમાં, ભારતમાં Tik tok ની ઓફિશિયલ વેબસાઇટ ફરીથી ઍક્સેસ થવા લાગી છે. આના કારણે વપરાશકર્તાઓમાં એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે કંપની કદાચ લાંબા સમય પછી ભારતમાં પાછા ફરવાની તૈયારી કરી રહી છે.
જોકે, ટિકટોક કે તેની પેરેન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. તે જ સમયે, ટિકટોક એપ હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી.
TikTok ban in India: પ્રતિબંધ કેમ લાદવામાં આવ્યો?
જૂન 2020 માં, ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને TikTok સહિત અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગલવાન ખીણમાં ભારત-ચીન સરહદ પર થયેલી હિંસક અથડામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
શું TikTok ખરેખર ભારતમાં પાછું આવી રહ્યું છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ઘણા યુઝરોએ દાવો કર્યો હતો કે તેઓ TikTok ની વેબસાઇટ ઍક્સેસ કરી શક્યા હતા, જ્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે tiktok ની ઓફિસિયલ વેબસાઈટ એક્સેસ કરી શકાતી નથી. Tiktok વેબસાઈટના ઘણા બધા સબ પેજ હજી પણ એક્સેસ કરી શકાતા નથી જેથી સ્પષ્ટ થાય છે કે tiktok હજી સત્તાવાર રીતે ભારતમાં પાછુ આવ્યો નથી.
India-China Relationsમાં એક નવો વળાંક
ટિકટોક સંબંધિત આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં નરમાઈ આવી રહી છે. તાજેતરમાં જ ચીનના વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi)એ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા. પીએમ મોદી આ મહિને ચીનની મુલાકાત પણ લેવાના છે.
FAQ
ભારતમાંથી tiktok ને કયારે બેન કરવામાં આવ્યું હતું?
જૂન 2020 માં tiktok ને ભારતમાંથી બેન કરવામાં આવ્યું હતું.
શું TikTok ભારતમાં પાછું આવ્યું છે?
ના, TikTok એ હજુ સુધી ભારતમાં પાછો ફરીયુ નથી. હાલમાં, ફક્ત તેની વેબસાઇટ કેટલાક વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે.
શું ભારતમાં TikTok એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે?
ના, TikTok એપ ભારતમાં હજુ પણ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાતી નથી.