નેશનલ અને સ્ટેટ હાઈવે પર Toll taxમાં વધારો, જાણો નવા રેટ - Gujjutak

નેશનલ અને સ્ટેટ હાઈવે પર Toll taxમાં વધારો, જાણો નવા રેટ

toll tax in gujarat: 1 એપ્રિલથી નેશનલ અને સ્ટેટ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો. જાણો નવા દરો અને કોને મળશે છૂટ. નવા ટોલ ટેક્સ રેટ્સ અહીં થી ચેક કરો.

toll tax in gujarat
Author image Aakriti

દેશના નેશનલ અને સ્ટેટ હાઈવેઝ પર મુસાફરી વધુ મોંઘી થઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં રૂ. 5 થી 40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ વધારો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે 48 અને પાલનપુર હાઈવે પર લાગુ થશે.

ટોલ ટેક્સમાં કેટલો વધારો?

New toll fees મુજબ, કાર અને જીપ ચાલકોને હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે. ઉદાહરણ તરીકે, અમદાવાદ-વડોદરા વચ્ચેની મુસાફરી માટે હવે એકતરફી 140 રૂપિયા ભરવા પડશે, જ્યારે રિટર્ન ટોલ 215 રૂપિયા થશે.

વાહન પ્રકારજૂનો દરનવો દર
કાર, જીપ₹70₹75
લાઇટ કોમર્શિયલ વાહન (મિની બસ)₹120₹125
બસ, ટ્રક₹255₹260
ત્રણ એક્સલ કોમર્શિયલ વાહન₹275₹285
હેવી મલ્ટી-એક્સલ વાહન (મશીનરી)₹395₹410
7 એક્સલથી વધુ (ઓવર-સાઇઝ લોડ)₹485₹500

કયા હાઈવે પર કેટલો ટેક્સ વધ્યો?

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે:

  • કાર/જીપ: ₹135 → ₹140

  • રિટર્ન ટોલ: ₹205 → ₹215

  • એલસીવી (મિની બસ): ₹220 → ₹230

  • બસ/ટ્રક: ₹465 → ₹480

વડોદરા-આણંદ:

  • કાર/જીપ: ₹50 → ₹55

  • નડિયાદ: ₹70 → ₹75

નેશનલ હાઈવે 48 (રઘવાણજ ટોલ પ્લાઝા):

  • કાર/જીપ: ₹110

  • એલસીવી: ₹175

  • બસ/ટ્રક: ₹360

પાલનપુર-સ્વરૂપગંજ (ખેમાણા ટોલ પ્લાઝા):

  • 31 માર્ચે રાતે 12 વાગ્યે જૂના દર બંધ થશે, 1 એપ્રિલથી નવા દર લાગુ થશે.

કોને ટોલ ટેક્સમાં છૂટ મળશે?

પદકવિરોએ અને દેશસેવા કરનારા અમુક ખાસ લોકોને ટોલ ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર જીતનારા લોકો અથવા સત્તાધિકારી દ્વારા પ્રમાણિત ઓળખપત્ર ધરાવતા લોકો ટોલ ટેક્સ ચૂકવવાથી મુક્ત રહેશે.

આ વધારો 1 એપ્રિલથી દેશભરમાં લાગુ થશે, તેથી મુસાફરી કરતા પહેલા નવા દરો જાણી લેવું જરૂરી છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News