TVS Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં 28 ઓગસ્ટે લોન્ચ થશે. તે TVS iQube કરતા સસ્તું હશે અને Ola S1X અને Bajaj Chetakને આપશે ટક્કર.
ભારતીય ટુ-વ્હીલર મેન્યુફેક્ચર કંપની TVS ટૂંક સમયમાં તેનું નવું અને સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ સ્કૂટરને TVS Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટર નામથી બજારમાં લોન્ચ કરશે, જે 28 ઓગસ્ટ 2025 ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
TVS Orbiter Electric Scooterની કિંમત
કંપનીઆ ઇલેક્ટ્રોનિક સ્કૂટર તેમના સક્સેસર મોડલ TVS iQube પછી આ મોડલને સ્થાન આપ્યું છે. જ્યારે iQube ઇલેક્ટ્રીક સ્કૂટીની શરૂઆતી કિંમત 1 લાખ રૂપિયા છે અને તેમનું મોંઘામાં મોંઘુ વેરીએન્ટ 1.59 લાખ રૂપિયાનું છે. તેની સરખામણીએ TVS Orbiter Electric Scooter એક લાખથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થવાની શક્યતા છે આ સ્કૂટર કંપનીનું એન્ટ્રી લેવલનું સ્કૂટર હશે.
TVS Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટર: આ બાઈક બીજા કયા ઈલેક્ટ્રીક સ્કૂટરને આપશે ટક્કર?
લોન્ચ પછી, આ સ્કૂટર ભારતીય બજારમાં Ola S1 X અને Bajaj Chetak જેવા લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર આપશે. કંપનીના મત અનુસાર આ સ્કૂટરને તહેવારો પહેલા લોન્ચ કરવામાં આવે છે જેથી તેમનું વેચાણ વધુ થશે.
ડિઝાઇન અને ફીચર્સ
ટીવીએસે તાજેતરમાં ઇન્ડોનેશિયામાં એક નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને પેટન્ટ કરાવ્યું છે, જેને ઓર્બિટર સાથે જોડવામાં આવી રહ્યું છે. પેટન્ટ સ્કેચ દર્શાવે છે કે આ સ્કૂટર પ્રીમિયમ ડિઝાઇન સાથે આવશે. તેમાં Sleek LED DRL, Square headlamps, LED taillights, Dual-color paint theme, Visor અને Front disc brake જેવા ફીચર્સ શામેલ હોઈ શકે છે. આ ઉપરાંત, Large wheels અને Swing arm-mounted motor પણ જોવા મળશે.
તહેવારોની સિઝનમાં મચાવશે ધમાલ
ટીવીએસ ઓર્બિટર ઇલેક્ટ્રિક સ્કૂટર તહેવારોની સિઝન પહેલા વ્યૂહાત્મક રીતે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ સમય ભારતીય ઓટોમોબાઈલ બજારમાં વેચાણનો શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કંપનીને નવા મોડેલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.