ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના ડોંડાપુર ગામે એક ચોક આવનારી ઘટના બની છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘટના જાણે એવી છે કે આ ગામમાં વાંદરો 80,000 રૂપિયા ભરેલી થેલી લઈને ઝાડ પર ચડી ગયો અને પછી નોટોનો વરસાદ શરૂ કર્યો તે પછી લોકો નોટો લેવા માટે દોડી પડ્યા.
મળતી માહિતી મુજબ, ગામના રહેવાસી અનુજ કુમાર પોતાના પિતા રોહિતાશ ચંદ્ર સાથે જમીન નોંધણી માટે આવેલા. તેમણે 80,000 રૂપિયા ભરેલી થેલી બાઈક બેગમાં રાખી હતી. આ દરમિયાન એક વાંદરે અચાનક થેલી પકડીને ઝાડ પર ચઢી ગયો.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, વાંદરાએ ઝાડ પર જઈને થેલી ખોલી અને ચલણી નોટો ઉડાવવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય જોયા બાદ ગામલોકો દોડયા અને પડતી નોટો વીણવા લાગ્યા. વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા થઈ રહી છે.
આ ઘટનાના અંતે રોહિતાશ ચંદ્રને પોતાની થેલીમાંથી માત્ર 52,000 રૂપિયા જ પાછા મળ્યા. બાકીનાં 28,000 રૂપિયા લોકો લૂંટી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં આ viral video સોશિયલ મીડિયામાં ઝડપથી ફ્રેન્ડ કરી રહ્યો છે અને લોકો આ વીડિયોમાં મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યાં છે.