VIDEO: રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતીને લઈને મોટો ખુલાસો, 15થી વધુ ટ્રેનો ડાયવર્ટ

Hyderabad railway track car, woman drives car railway track, Telangana news, viral video railway track, train route diverted

રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતી મામલે મોટો ખુલાસો

તેલંગાણાના હૈદરાબાદ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ દારૂના નશામાં રેલવેના પાટા વચ્ચે KIA Sonet કાર દોડાવી હતી. ઘટના રંગા રેડ્ડી જિલ્લાના શંકરપલ્લી નજીક બની હતી. 13 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સાથે લોકોમાં ચકચાર મચી ગઈ છે.

રેલવે કર્મચારીઓ અને પોલીસનો બંપર પ્રયાસ

મહિલા ટ્રેક પર કાર ચલાવી રહી હતી ત્યારે રેલવે અને પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ તાત્કાલિક પગલાં લઈ યુવતીને અટકાવવાનો પ્રયાસ કર્યો. આશરે 20 લોકો મહિલાને કારમાંથી બહાર કાઢવા માટે લાગ્યા, છતાં તે ઝઘડો કરતી રહી.

પોલીસ-SP નો ખુલાસો: પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થ હોવાનું જણાઈ રહ્યું છે! આગળની તપાસ ચાલુ

રેલવે પોલીસ અધિક્ષક ચંદના દીપ્તિએ જણાવ્યું કે યુવતી ખુબજ આક્રમક હતી અને પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થ જણાઈ રહી છે. યુવતી ઉત્તર પ્રદેશની રહીશ છે અને એક પ્રાઇવેટ બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી હતી. તેણી પાસેથી ડ્રાઇવિંગ લાઈસન્સ અને પાનકાર્ડ મળ્યા છે. આત્મહત્યાની કોશિશના સંદર્ભમાં પણ તપાસ ચાલી રહી છે.

રેલવે વ્યવસ્થાને ભારે હાલાકી, 15 ટ્રેનોના બદલ્યા માર્ગ

આ ઘટનાને પગલે રેલવે તંત્રએ સાવચેતીના પગલાં સ્વરૂપે બેંગલુરુ-હૈદરાબાદ સહિત 15થી વધુ ટ્રેનોના રૂટ બદલી નાખ્યા હતા. હાલ મહિલાની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.