Big News: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, ઓક્ટોબર મહિનાનો પગાર વહેલો કરવાની જાહેરાત

ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર ઓક્ટોબર મહિનાનો પગાર વહેલો કરવામાં આવશે આ નિર્ણય દિવાળી તહેવાર ને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે. 20 ઓક્ટોબર 2025 ના રોજ દિવાળી હોવાથી કર્મચારીઓ તથા પેન્શનરો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલું ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સરકારે જાહેરાત કરી છે કે કર્મચારીઓને પગાર આગામી ત્રણ દિવસમાં ચૂકવવામાં આવશે.

સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ નો પગાર જે તે મહિનો પૂરો થયા પછી આગામી મહિના ના 1 થી 3 તારીખ વચ્ચે ચૂકવવામાં આવતો હોય છે. જ્યારે દિવાળી તહેવાર નિમિત્તે જુના ઠરાવ અનુસાર આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે પત્ર જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2025 નો પગાર અને પેન્શન ની ચુકવણી તબક્કાવાર રીતે 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરી દેવામાં આવશે.

Early Salary October 2025 latter
Early Salary October 2025 latter