Kapil Sharma Cafe Firing: કેનેડામાં કપિલ શર્માના કેફે પર અંધાધુન ફાયરિંગ, છ દિવસ પહેલા જ ખુલ્યું હતું આ કેફે

Kapil Sharma Cafe Firing કેનેડામાં કપિલ શર્માના કેફે પર અંધાધુન ફાયરિંગ, છ દિવસ પહેલા જ ખુલ્યું હતું આ કેફે

kapil sharma cafe attack: કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ફેમસ કોમેડી કોમેડિયન અને ફિલ્મ એક્ટર કપિલ શર્માના નવા ખુલેલા કેફેમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.

કપિલ શર્મા ના તાજેતરમાં જ કેનેડામાં ખોલેલા kaps cafe માં ફાયરિંગની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર ફાયરિંગ નો વિડીયો લોકો શેર કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ રાત્રે કેફે ની બારીમાંથી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. ફાયરિંગ કરતા વ્યક્તિઓ કારમાં બેઠા છે અને ત્યાંથી જ વીડિયો પણ બનાવી રહ્યા છે.

આ કેફે છ દિવસ પહેલા જ તેમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અને કેફેમાં લોકોની ભીડ પણ ઉમટી રહી હતી. કપિલે પોતે જ આ કેપી નો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફાયરિંગનો આ વિડીયો સાંજના સમયનો છે. જ્યાં એક ગાડી સવાર કે ફેની બારીઓના કાચ પર ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે.

કપિલના આ કેફે પર ફાયરિંગ કરવાની જવાબદારી કોને લીધી?

મીડિયા રિપોર્ટ અનુસાર કપિલ શર્માના આ કેફે પર ફાયરિંગ કરવાની જવાબદારી ઇન્ટરનેશનલ કિંગ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા એ લીધી છે. આ સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી હરજીતસિંહ ઉર્ફે લાડી નું નામ સામે આવી રહ્યું છે. લાડીએ કુખ્યાત આતંકવાદી છે જે અગાઉ પણ ઘણા બધી વારદાતોમાં તેમનું નામ સામે આવેલું છે. લાડી NIA ની મોસ્ટ વોન્ટેડ આતંકવાદી લિસ્ટમાં પણ સામેલ છે.