High Court: ટોઇલેટમાં બેઠા બેઠા ઓનલાઈન કોર્ટમાં હજાર થયો વ્યક્તિ, વિડીયો વાયરલ

Man appears in online court while sitting on toilet, video goes viral ટોઇલેટમાં બેઠા બેઠા ઓનલાઈન કોર્ટમાં હાજર થયો વ્યક્તિ, વિડિયો વાયરલ

અત્યારે સોસિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં ઓનલાઈ હાઇકોર્ટમાં ટોઇલેટમાં બેઠા બેઠા જોઇન થયો હતો. આ વીડિયો પર સોસિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા પી રહ્યા છે જેમાં લોકો કોર્ટનું અપમાન થતું જણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો આ વિડિયોને ફેક બતાવી રહ્યા છે. પરંતુ આ ઘટના એ જરૂરથી પ્રશ્ન ઉઠાવ્યો છે કે વર્ચુઅલ કોર્ટ માટે લોકો માટે કડકાય બતાવવી જરૂરી છે.

 આ ઘટના ગુજરાત હાઇકોર્ટની છે. એક વર્ચુઅલ સુનાવણી દરમ્યાન આ ઘટના બની હતી. જે કોર્ટની મર્યાદાને ઠેસ પોચાડે તેવી છે. આ ઘટના 20 જૂન ની છે. આ સુનાવણી ન્યાયમૂર્તિ નીરજ એસ દેસાઇ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરી રહ્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં “Samad Battery” નામથી જોઇન થયેલ વ્યક્તિએ કોર્ટની ગરિમાંને છિન્નભિન્ન કરી નાખી જે કેમેરામાં કેદ થઈ છે.

કોર્ટના વિડીયો કોન્ફરન્સમાં જોઇન થયેલ “સમદ બેટરી” નામથી જોઇન થયેલ વ્યક્તિ બ્લૂટૂથ ઇયરફોન પહેરીને કોર્ટની સુનાવણીમાં જોઈન થયો હતો. પરંતુ જેવો જ કેમેરા થોડો સેટ કર્યો ત્યારે દેખાયું કે તે વ્યક્તિ તો ટોઇલેટમાં બેઠો છે. તે જ નહીં તે વ્યક્તિ કેમેરાની સામે ધોતો પણ જોવા મળે છે. પછી તે ટોઇલેટમાંથી બહાર નીકળી બીજા રૂમમાં દાખલ થાય છે. આ વિડીયો સોસિયલ મીડિયા પર ખૂબ  જ વાઇરલ થઈ રહ્યો છે જેના પર લખોમાં વ્યૂ અને તે વિડીયો પર હજારોમાં લોકોની પ્રતિક્રિયા પણ આવી રહી છે.

 કોર્ટના રેકોર્ટ અનુસાર આ વ્યક્તિએ એ આરોપી હતો અને FIR રદ્દ કરવાની યાચિકા દાખલ કરી હતી. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે આ વ્યક્તિ જ ફરિયાદી હતો. આ સુનવાયના અંતમાં FIR રદ્દ કરી દેવામાં આવી છે. ઓરંતુ વ્યક્તિની આ સરમ જનક હરકત ચર્ચાનો વિષય બની ગઈ છે.

આવી ઘટના પહલીવાર નથી થઇ આવી ઘટના પહેલા પણ સામે આવી ચૂકી છે. આ પહેલા એપ્રિલમાં ગુજરાત હાઇકોર્ટ એ અન્ય વ્યક્તિ પર સુનાવાઈ દરમ્યાન સિગારેટ પીવા બદલ રૂપિયા 50 હજારનો દંડપણ લગાવવામાં આવ્યો હતો. અને માર્ચમાં દિલ્હીની એક અદાલતમાં આવી જ એક બિનજવાબદાર ઘટના સામે આવી હતી.