
ગુજરાત PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની લેખિત પરીક્ષા માટે કોલ લેટર 5 એપ્રિલ 2025 થી ojas.gujarat.gov.in ભરતી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની લેખિત પરીક્ષા માટે કોલ લેટર 5 એપ્રિલ 2025 થી ojas.gujarat.gov.in ભરતી ડાઉનલોડ કરી શકાશે.
પોલીસ ભરતીને લઈ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ભરતી માટે લેખિત પરીક્ષાના કોલલેટર ને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 13 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર પોલીસ ભરતી પેપર 1 અને પેપર 2 ના કોલ લેટર 5 એપ્રિલ 2025 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશો.
થોડા દિવસ પહેલા રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારો માટે શારીરિક કસોટી લેવામાં આવી હતી. હવે, જે ઉમેદવારો શારીરિક કસોટી પાર કરી ચૂક્યા છે, તેઓ લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
શારીરિક કસોટી માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, ભરૂચ, જામનગર સહિત અનેક શહેરોમાં પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત, CRPF અમદાવાદ, CRPF ગોધરા, CRPF નડિયાદ, CRPF ગોંડલ અને CRPF સુરત જેવા વિવિધ તાલીમ કેન્દ્રો પણ શારીરિક કસોટી માટે સક્રિય રહ્યા હતા.