એપલ પોતાની iphone ની નવી સિરીઝ Apple iPhone 17 Series 9 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં કેટલાક દેશોમાં ફોનની અંદર સીમ સ્લોટ હટાવી દેવામાં આવ્યો છે તેની જગ્યાએ ફક્ત eSIM જ જોવા મળશે તો ચાલો જાણીએ કયા દેશમાં ફક્ત eSIM જ જોવા મળશે.
એપલ 9 સપ્ટેમ્બરે તેના Awe Droping ઇવેન્ટમાં iPhone 17 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ વખતે સૌથી મોટી ચર્ચા ફિઝિકલ સિમ સ્લોટને સંપૂર્ણપણે દૂર કરવાની છે. એટલે કે, નવા iPhone મોડેલ હવે ફક્ત eSIM-ઓન્લી સપોર્ટ સાથે જ લોન્ચ કરી શકે છે.
કંપનીએ 2022 માં યુએસમાં iPhone 14 માંથી ફિઝિકલ સિમ ટ્રે દૂર કરી અને તેને ફક્ત eSIM મોડેલ્સ આપ્યા. અહેવાલો અનુસાર હવે આ ફેરફાર યુરોપના ઘણા દેશોમાં વિસ્તરી શકે છે. આમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે.
Macrumorsના રિપોર્ટ અનુસાર, એપલે આ દેશોમાં તેના Authorized reseller માટે eSIM તાલીમ કાર્યક્રમ ફરજિયાત બનાવ્યો છે. કર્મચારીઓએ 5 સપ્ટેમ્બર સુધીમાં SEED એપ્લિકેશન દ્વારા આ તાલીમ પૂર્ણ કરવાની રહેશે.
eSIM ના ફાયદા
- સિમ ચોરી કે ખોવાઈ જવાનો ભય રહેતો નથી
- ઝડપી એક્ટીવેશન અને ડી-એક્ટીવેશનની સુવિધા
- એક જ ફોનમાં Multiple profilesનો ઉપયોગ કરવાનો વિકલ્પ
હાલમાં, ભારત જેવા બજારોમાં, ફિઝિકલ સિમ સ્લોટ અને eSIM બંનેનો વિકલ્પ હજુ પણ ઉપલબ્ધ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં, ભારત સહિત અન્ય દેશોમાં પણ iPhones સંપૂર્ણપણે eSIM સાથે લોન્ચ કરી શકે છે.
બીજું શું લોન્ચ થશે?
9 સપ્ટેમ્બર ના રોજ યોજનારી એપલની ઇવેન્ટમાં iPhone 17 સીરીઝ, નવું iOS અપડેટ, eSIM-ઓન્લી iphone મોડેલ્સ ની સાથે સાથે નવી Apple Watch અને Macbook લોન્ચ કરી શકે છે.