DA Hike: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે ST નિગમના કર્મચારીઓ માટે ગણેશ ચતુર્થી પહેલા પછીના સમાચાર આવ્યા છે. એસટી વિભાગના કર્મચારીઓ ના મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ ના કર્મચારીઓને અત્યાર સુધી મોંઘવારી ભથ્થું 53% ચૂકવવામાં આવતું હતું પરંતુ હવે તેમાં 2% નો વધારો કરવામાં આવ્યો જેથી હવે મોંઘવારી ભથ્થું 55% ચૂકવવામાં આવશે. આ જાહેરાતથી નિગમના ઘણા કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા તેવા કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર છે.
મોંઘવારી ભથ્થાની સાથે સાથે એરિયસ પણ ચૂકવવામાં આવશે.
આવા જ સરકારી કર્મચારીઓ ને લગતા સમાચાર મેળવવા માટે અત્યારે જ GujjuTak Media ની WhatsApp Channel ને Follow કરો.
