
PM Surya Ghar Muft Bijli Yojanaથી મફત વીજળી ની સાથે સાથે દર મહિને ₹15,000 કમાવવાની તક મેળવો. જાણો આ યોજનાની તમામ વિગતો અને અરજી પ્રક્રિયા.
ભારત સરકારે સામાન્ય લોકોના ફાયદા માટે અવનવી યોજનાઓ ચલાવતી હોય છે તેમની એક યોજના PM સૂર્ય ઘર મફત વીજળી યોજના છે. આ યોજનામાં દેશના લાખો ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવે છે. જેનાથી ન માત્ર વીજળીનો ખર્ચ ઘટશે પરંતુ લોકોને ઘરે બેઠા કમાણી કરવાની તક પણ મળશે. જો તમે પણ વધતા વીજળીના બિલથી ત્રસ્ત છો, તો આ યોજના તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ યોજનાની શરૂઆત 1 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. સરકારનો ધ્યેય છે કે દેશના 1 કરોડ પરિવારોને દર મહિને 300 યૂનિટ સુધી મફત વીજળી પૂરી પાડવામાં આવે. આ માટે ઘરની છત પર સોલાર પેનલ લગાવવાની સુવિધા આપવામાં આવે છે, જે પર્યાવરણને પણ ફાયદો પહોંચાડે છે.
આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે મફત વીજળી ઉપરાંત પૈસા કમાવવાનો મોકો પણ આપે છે. સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વધારાની વીજળીને તમે વીજળી વિતરણ કંપનીઓને વેચી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે 20 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવો, તો તે દરરોજ 100 યૂનિટ જેટલી વીજળી બનાવી શકે છે. આને તમે યૂનિટ દીઠ 5 રૂપિયાના દરે વેચો, તો મહિને 15,000 રૂપિયા સુધીની આવક થઈ શકે છે. આ રીતે, વીજળીનું બિલ બચે છે અને ઉપરથી કમાણી પણ થાય છે.
આ યોજનાને સફળ બનાવવા માટે સરકારે મોટા પાયે તૈયારીઓ કરી છે. સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યા મુજબ, હાલમાં 26,898 લોકોને સોલાર પેનલ લગાવવાની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) દ્વારા આપવામાં આવે છે, જેથી લોકોને યોગ્ય રીતે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં મદદ મળે.
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. ત્યાં તમને બધી માહિતી અને ફોર્મ મળી જશે. સોલાર પેનલ લગાવવા માટે તાલીમ પામેલા લોકોની મદદ લઈ શકાય છે, જેથી કામ સરળ અને સુરક્ષિત રીતે થઈ શકે.
આ યોજના ન માત્ર તમારા ખિસ્સાને રાહત આપશે, પરંતુ ભવિષ્યમાં પર્યાવરણની રક્ષા માટે પણ એક મોટું પગલું સાબિત થશે. તો આજે જ આ યોજના વિશે વધુ જાણો અને તેનો લાભ ઉઠાવો!