અમદાવાદના શકરી તળાવમાં ત્રણ બાળકો રમતા રમતા ડૂબ્યા, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

Ahmedabad News : અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઘટનાની પ્રાથમિક તપાસ કરતા માહિતી મળી છે કે શકરી તળાવમાં રમતા રમતા ત્રણ બાળકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બની ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ ફાયર વિભાગને જાણ કરી અને માહિતીને પગલે ફાયર વિભાગની બે ગાડીઓ મોકલવામાં આવી છે. તે સિવાય ઘટનાની માહિતી પ્રહલાદ નગર અને સરખેજ પોલીસ સ્ટેશનને થતા તેમનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

શકરી તળાવમાં ચાર બાળકો ડૂબ્યા તેમાંથી એકને બચાવી લેવાયો અને બેના મૃતદેહ મળ્યા

બે ફાયર વિભાગની ટીમો દ્વારા રાહત અને બચાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં એક છોકરાને બચાવી લેવામાં આવ્યો છે અને બે બાળકોના મૃત્યુ થયા છે તેમના નામ પપ્પુ ચાવડા અને વિશાલ કિશોર છે. હજી એક બાળકની શોધ ચાલી રહી છે.

અમદાવાદના શકરી તળાવમાં ચાર બાળકો ડૂબ્યા

અમદાવાદના શકરી તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી પરંતુ હાલ ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર તળાવમાં કોઈ ચાર છોકરાઓ ડૂબીયા છે. અને તળાવમાં ડૂબેલા છોકરાઓની શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.