ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદ ભુક્કા બોલાવશે!, એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં આજે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
આમ જોઈએ તો છેલ્લા પાંચ છ દિવસથી રાજ્યમાં વરસાદી વાતાવરણ છવાયું છે. પરંતુ કોઈક જગ્યાએ વરસાદ છે તો કોઈક જગ્યાએ ફક્ત વાદળ છાયુ વાતાવરણ જ રહ્યું છે. તેવામાં આજે હવામાન વિભાગની આગાહી ખેડૂત માટે રાહતના સમાચાર લઈને આવી છે.
ગુજરાતમાં એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ અને ભારે પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં aler આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો નો સમાવેશ થાય છે આ સિવાય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.

વરસાદને લઈને હવામાન વિભાગની ચાંપતી નજર રહેશે
દક્ષિણ ગુજરાતની અંદર ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ અને નવસારી ની અંદર અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા અને વડોદરાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં તો આગામી પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તેવા વિસ્તારોમાં સરકારની ચાંપતી નજર રહેશે.
આજે આ જિલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું
આજ એટલે કે 20 ઓગસ્ટ 2025 ના રોજ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં ડાંગ તાપી વલસાડ નવસારી ભરૂચ નર્મદા અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર ગીર સોમનાથ પોરબંદર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ વાળા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
આગામી બે દિવસ આ વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવશે
તારીખ 21 અને 22 સમગ્ર ગુજરાતમાં વરસાદની લહેર ફરી વળવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર ના કારણે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.
